કોકરાઝાર: બોડો સમજૂતિ બાદ પહેલીવાર આસામના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ અહીં એક રેલીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આટલો વિશાળ જનસાગર ક્યારેય જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ બુધવારે ચૂંટણી રેલીમાં ડંડો મારનારી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિશાળ જનસભાને જોઈને લાગે છે કે માતાઓ અને બહેનોના આશીર્વાદથી બચી જઈશ. તેમણે કહ્યું કે આસામ ઘણી વાર આવ્યો. અહીં પણ આવ્યો, સમગ્ર ક્ષેત્રમાં મારી અવરજવર વર્ષોથી  છે. અનેક રેલીઓ જોઈ. પરંતુ આટલો વિશાળ જનસૈલાબ અગાઉ જોયો નથી. આજે જે ઉત્સાહ, જે ઉમંગ હું તમારા ચહેરા પર જોઈ રહ્યો છું તે અહીના આરોનાઈ, અને ડોખોનાના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોકરાઝારમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે જે ઉત્સાહ, જે ઉમંગ હું તમારા ચહેરા પર જોઈ શકું છે તે અહીના આરોનાઈ અને ડોખોનાના રંગારંગ માહોલ કરતા પણ વધુ સંતોષ આપનારું છે. આઝાદી બાદ આ આ સૌથી મોટી રાજકીય રેલી છે. મેં મારા રાજકીય જીવનમાં આવી રેલી જોઈ નથી. તેમણે કહ્યું કે આસામમાં હવે કોઈ હિંસા થશે નહીં. 


નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત એક નવી સવાર અને નવી પ્રેરણાને વેલકમ કરવાનો છે. હવે આસામમાં અનેક સાથીઓએ શાંતિ અને અહિંસાનો માર્ગ સ્વીકાર કરવાની સાથે જ લોકતંત્રનો પણ સ્વીકાર કર્યો છે. ભારતના બંધારણનો સ્વીકાર કર્યો છે. હું બોડો લેન્ડ મૂવમેન્ટનો ભાગ રહી ચૂકેલા તમામ લોકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા બદલ સ્વાગત કરું છું. પાંચ દાયકા બાદ પૂરા સૌહાર્દ સાથે બોડો લેન્ડ મૂવમેન્ટ સાથે જોડાયેલા દરેક સાથીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સન્માન મળ્યું છે. 


તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને  બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે પ્રકારે ઐતિહાસિક એકોર્ડ પર સહમતિ વ્યક્ત કરી છે જેના પર સાઈન કરી છે ત્યારબાદ કોઈ માગણી વધી નથી અને હવે વિકાસ એ પહેલી પ્રાથમિકતા છે અને છેલ્લી પણ. આ એકોર્ડનો લાભ બોડો જનજાતિની સાથે સાથે જ અન્ય સમાજના લોકોને પણ થશે. કારણ કે આ સમજૂતિ હેઠળ બોડો ટેરિટોરિયલ કાઉન્સિલના અધિકારોનો દાયરો વધારવામાં આવ્યો છે. વધુ સશક્ત કરવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...